મંદિરમાંથી તસ્કર ભગવાનને ચડાવેલુ ચાંદીનું આભૂષણ ચોરી ગયા

જામનગર હાઇવે પર રાજપૂત પરિવારના સૂરાપૂરાના સ્થળે બનાવેલા મંદિરમાંથી તસ્કર ભગવાનને ચડાવેલુ ચાંદીનું આભૂષણની તસ્કરી કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ પાસે કારડિયા રાજપૂત સમાજના સૂરાપૂરાની સાથે આ સ્થળે મહાદેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. અગાઉ આ ધાર્મિક સ્થળે બે વખત તસ્કરોએ તસ્કરોનો પ્રયાસ કર્યો હતો.  પરંતુ તેમને સફળતા મળી ન હતી.દરમિયાન રાત્રીના અરસામાં ફરી તસ્કરોએ મંદિરને નિશાન બનાવી મહાદેવના શિવલિંગ ફરતે લગાડવામાં આવેલા 10 કિલો ચાંદીના થાળને કોઇ મશીનથી કાપી 5 કિલો ચાંદીના આભૂષણની તસ્કરી કરી ગયા હતા. ધાર્મિક સ્થળે સેવાપૂજા કરતા સેવક દેવાભાઇ જીણાભાઇ ડોડિયાએ પરિવારજનોને બનાવની જાણ કરી હતી. જેથી પરિવારના સભ્યો દોડી આવ્યા બાદ પડધરી પોલીસમાં ફરિયાદ લખાવી છે.