કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પકડાયા

ચિત્રા જી.આઈ.ડી.સી. રાજ ખોડિયાર પાનના ગલ્લા સામે ખુલ્લી જગ્યામાં કાર તથા બાઈકમાં દારૂની હેરફેર થતી હોવાની બાતમીના આધારે બોરતળાવ પોલીસે તપાસ કરતા કારની પાછળની સીટમાં મોટી દારૂની બોટલ 29, નાની બોટલ 42 અને બીયરના 10 ટીન સાથે સંજય ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા, શરદ લીબાભાઈ ચાવડા, હરપાલ મહેન્દ્રસિંહ ઝાલા, યોગેન્દ્ર ઉર્ફે મુન્નો જીતુભાઈ રાઠોડ (તમામ રહે. ભાવનગર)ને કાર, બે એક્ટિવા અને 7 નંગ મોબાઈલ મળી કુલ રૂ.5,00,735ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ દારૂનો જથ્થો તેઓ અમિત ઉર્ફે વેન્ચર મહેશભાઈ પરમાર (રહે. ભરતનગર) પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપતા બોરતળાવ પોલીસે આ બધા વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો હતો.