સિહોરના ઢાંકણ કુંડ ગામે જમીનમાં પાયો ખોદવા બાબતે ઝઘડો કરી માર માર્યો

સિહોરના ઢાંકણ કુંડ ગામે રહેતા છનાભાઈ નારણભાઈ પરમારે સોનગઢ પોલીસ સ્ટેશનમાં વાલજી જીવણભાઈ પરમાર, કાળુ અરજણભાઈ પરમાર, પોપટ વાલજીભાઈ પરમાર, રવિ અશ્વિનભાઈ પરમાર, સંગીતાબેન પોપટભાઈ પરમાર અને ચંપાબેન અરજણભાઈ પરમાર (તમામ રહે. ઢાંકણ કુંડ) વિરૂદ્ધ ફરિયાદ લખાવી હતી. જેમાં જણાવાયું હતું કે તેમના બા ઉજીબેનનું બીપીએલનું મકાન મંજુર થયેલું હોય તેણે મકાન બનાવવા પાયો ખોદેલો હોય. ત્યારે ઉક્ત લોકોએ લાકડાની ઈંટ, ધોકાનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સોનગઢ પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.