માળીયા નેશનલ હાઇવે પર ક્રેટા કારમાંથી રૂ. 1.89 લાખના વિદેશી દારૂ ઝડપી પાડ્યો


માળિયા પોલીસે થર્ટી ફર્સ્ટ પૂર્વે ક્રેટા કારમાંથી રૂ.1.89 લાખની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. આ સાથે એક ઈસમની પણ અટક કરી છે. જ્યારે અન્ય એક ઈસમનું નામ ખુલતા તેને ઝડપી પાડવાની તજવીજ પણ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ માળિયા પોલીસ સ્ટાફે ખાનગી બાતમીના આધારે માળીયા મીયાણા નેશનલ હાઇવે પર GJ-36-AC-5155 નંબરની ક્રેટા કારમાંથી વિદેશી હેરાફેરી કરતા ફેઝલ મહેમુદભાઇ શેખ ઉ.વ ૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે હાલ- નર્મદા હોલની બાજુમા હેતલ ડેરીવાળી શેરી, કાલીકા પ્લોટ, મોરબી મુળ રહે- જામનગરવાળાને ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-1 બ્રાન્ડની કુલ બોટલો નંગ-૩૬૦ કિંમત રૂ.13,5000 તથા ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની રોયલ ચેલેન્જ બ્રાન્ડની કુલ બોટલો નંગ-108 કિંમત રૂ.54,000 મળી કુલ રૂ.1,89,000ના વિદેશી દારૂ સાથે પકડી પાડ્યો છે.