કિડાણામાં 17 હજારના દારૂ સાથે ઈસમની અટક

ગાંધીધામ તાલુકાનાં કિડાણામાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને રૂ.17,350ના દારૂ સાથે એક ઈસમની અટક કરી હતી. પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે કિડાણાના એકતાનગર મસ્જિદના સામેના ભાગે આવેલી ઝાડીમાં દારૂ સગવગે કરવાની પેરવી ચાલી રહી હતી. ત્યારે પોલીસ ત્રાટકી હતી. આ સ્થળેથી પોલીસે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ બોટલ નં. 45 કિંમત રૂ.17,350 જપ્ત કરી આરોપી કાનાભાઈ અમરાભાઈ’ ભરવાડની અટક કરી હતી. આ પ્રકરણમાં અન્ય કોઈ ઈસમ સામેલ છે કે નહીં સહિતના મુદ્દે પોલીસે આગળની તપાસ આરંભી છે. આ અંગે વધુ તપાસ એ.એસ.આઈ. કીર્તિકુમાર ગેડિયા ચલાવી રહ્યા છે.