ભુજમાં આંકડાનો જુગાર રમાડતો ઈસમ પકડાયો


ભુજ શહેરમાં આંકડાનો જુગાર રમાડતા ઈસમને પોલીસે પકડી પાડયો હતો. પોલીસનાં સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પૂર્વ બાતમીના આધારે ભુજ એ. ડિવિઝન પોલીસે રાત્રિના અરસામાં કાર્યવાહી કરી હતી. સરપટ નાકાં બહાર નાગનાથ મંદિર પાસે બાંકડા ઉપર ઈસમ વિમલ રમેશચંદ્ર નાકર વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમાડતો હતો. ઈસમના કબ્જામાંથી પોલીસે રૂા.3,820 રોકડા અને એક નાની ડાયરી તેમજ રૂા.500ની’ કિંમતનો એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલેસે વધુ તજવીજ હાથ ધરી છે.