ખંભાત ખેતરમાં જુગાર રમતા 6 સાગરીતો પકડાયા, કુલ 16,200નો મુદામાલ જપ્ત કરાયો


ખંભાત શહેરના આંબાવાડિયા વિસ્તારમાં આવેલા ખુલ્લા ખેતરમાંથી જુગાર રમી રહેલા 6 સાગરીતોને પોલીસે પકડી પાડયા હતા.તેઓની પાસેથી રૂ.16,200નો મુદામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. ખંભાત પોલીસ ટીમ દારૂ જુગાર સહિત બદી અટકાવવા માટે વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી. ત્યારે બાતમી મળી હતી કે ખંભાતના આંબાવાડિયા વિસ્તારમાં હિરાપુરા સીમમાં ખેતરમાં કેટલાંક સાગરીતો ભેગા મળીને જુગાર રમી રહ્યાં છે. તે બાતમીના આઘારે પોલીસે દરોડો પાડીને જુગાર રમતા પરેશભાઈ કોળી, નરેન્દ્રભાઈ રસીકલાલ પટેલ, ગોપાલભાઈ મોહનભાઈ બારૈયા, કિશનભાઇ ઈશ્વરભાઈ ઠાકોર, નસીમ હનીફભાઈ મન્સુરી અને યોગેશભાઈ બંસીલાલ પટેલ બધા રહે. ખંભાતને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ.16,200ના મુદ્દામાલ સાથે પકડી પાડી બધા વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.