માળિયાના વીરવિદરકા ગામેથી જુગાર રમતા 6 સાગરીતો પકડાયા


માળિયા મિયાણા તાલુકાના વીરવિદરકા ગામે તળાવની પાછળ ખેતરના શેઢે જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને માળિયા પોલીસે પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા,ડીવાયએસપી અતુલકુમાર બંસલ તથા સીપીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન એચ ચુડાસની સુચનાથી પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન વીરવીદરકા ગામના તળાવની પાછળ ખેતરના શેઢે જાહેમાં જુગાર રમતા ગોવિંદસંગ દાદુભા ગઢવી, કૃપાલસંગ ગંભીરસંગ ગઢવી, ઇકબાલભાઈ ગનીભાઈ પાયક, સુરેશભાઈ ઠાકરશીભાઈ શંખેસરિયા,દાઉદભાઈ ઓસમાણભાઈ અગવાન અને રફીકભાઈ ગફુરભાઈ સંઘવાણીને રોકડ રકમ રૂ.૫૪,૧૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. માળિયા પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, ભગીરથસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ ચુડાસમા અને યુવરાજસિંહ જાડેજા સહિતની ટીમે કરેલ છે