અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ગામમાં નદીના કાંઠે ખુલ્લામાં જુગાર રમતા 13 જુગારીઓ ઝડપાયા


અમદાવાદ જિલ્લાના કાસીન્દ્રા ગામની સીમમાં સાબરમતી નદીના કાંઠે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા લોકો પર અસલાલી પોલીસ ત્રાટકી હતી. પોલીસે ખુલ્લામાં જુગાર રમતા 13 લોકોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડ અને 11 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 98 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા ઇસમો પૈકી 1 વેજલપુરનો અને બાકીના તમામ કાસીન્દ્રા ગામના રહેવાસી હોવાનું જાણવા મળે છે.અસલાલી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.