લોઠપુર, વિજપડીમાંથી ચોરીની 6 બાઈક સાથે બે ઈસમ પકડાયા


જાફરાબાદના લોઠપુર અને સાવરકુંડલાના વિજપડીમાંથી એલસીબીએ બે ઈસમને તસ્કરીની છ બાઈક સાથે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 1.20 લાખની કિંમતના છ બાઈકનો કબ્જો લેવાયો હતો. જાફરાબાદના લોઠપુર ગામનો અને શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓની ટેવ ધરાવતા હિસ્ટ્રીશીટર મેહુલ ઉર્ફે દુડી મથુરભાઈ વાઘેલાના ઘરે તસ્કરીની બાઈક હોવાની એલસીબીને બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે દરોડો પાડી તેમની પાસેથી 60 હજારની ત્રણ બાઈક જપ્ત કરી હતી. બીજી તરફ વિજપડીમાં રહેતો મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો શંભુભાઈ ઉનાવા પોતાના રહેણાંકમાં તસ્કરીની બાઈક હોવાની એલસીબીને જાણ થઈ હતી. વિજપડીમાં એલસીબીએ દરોડો પાડી તેમની પાસેથી 60 હજારની ત્રણ બાઈક જપ્ત કરી હતી. જુદી જુદી જગ્યાએ પાડેલ દરોડા દરમિયાન એલસીબીએ મેહુલ ઉર્ફે દુડી વાઘેલા અને મહેશ ઉર્ફે મયુર ઉર્ફે મયલો ઉનાવા પાસેથી 1.20 લાખની છ બાઈક જપ્ત કરી હતી.પોલ્સ આગળની તજવીજ હાથ ધરી છે.