પેટલાદમાંથી ચાઈનીઝ દોરી વેચતા બે ઈસમ પકડાયા


આણંદ જિલ્લામાં પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં ઇસમો પર વોચ રાખીને સઘન કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. આંકલાવ અને બોરસદમાં પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં ઇસમોને પકડી પાડ્યા બાદ પેટલાદ શહેર પોલીસે વધુ બે ઇસમોને પકડી પાડી તેમની પાસેથી રૂપિયા 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદના રઝા ચોક વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે ચાર નંગ ફિરકી સાથે અસ્ફાક ઈલ્યાસ વ્હોરાને પકડી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી ચાઈનીઝ દોરી ઉપરાંત, બાઈક તથા મોબાઈલ મળી કુલ રૂપિયા 15600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એ જ રીતે બીજી તરફ સંદેશર ઈશ્વાવા ફળીયામાં રહેતા વિપુલ ઉર્ફે માધુ સંજય ઈશ્વાવને પેટલાદ બાવરી જકાતનાકા પાસેથી 20 નંગ ફિરકી સાથે પકડી પાડ્યો હતો.પોલીસે તેની પાસેથી રૂપિયા 20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને બનાવમાં પોલીસે બંને ઈસમ વિરૂદ્ધ જાહેરનામાની કલમ હેઠળ ગુનો નોંધી તજવીજ હાથ ધરી છે.