તાલુકાના માલસુંદ ગામે ખેડૂતના મકાનમાંથી રોકડ સહિત રૂ.1.46 લાખની તસ્કરી


હારિજ તાલુકાના માલસુંદ ગામે ખેડૂતના મકાનમાં ઘૂસીને અજાણ્યા તસ્કરો રૂ.14,6000ની માલમતા ચોરી જતાં હારિજ પોલીસ સ્ટેશનમાં ફરયાદ લખાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે તેનો લાભ ઉઠાવી તસ્કરો દ્વારા તસ્કરી કરવાની ઘટનાઓ વધી રહી છે. જેમાં માલસુંદ ગામના લક્ષ્મણભાઈ કાંતિભાઈ પરમાર રાત્રિના અરસામાં ખેતરમાં રખેવાળી માટે ગયા હતા. જ્યારે ઘરે તેમના પત્ની લક્ષ્મીબેન, દીકરી મમતા અને દીકરો નિકુલ સૂઈ ગયા હતા. સવારના અરસામાં ખેતરથી પાછા આવતા દરવાજો ખુલ્લો હતો અને તિજોરીની વસ્તુઓ વેરણ-છેરણ હતી. તે જોઈને ની જાણ થઈ હતી. ચાવીથી તિજોરી ખોલી તેમાં તપાસ કરતાં મૂકેલા રૂપિયા 90 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના અને રૂપિયા 56,000 રોકડ રકમ મળી કુલ રૂ.14,6000ની માલમત્તાની તસ્કરી થઈ હોવાનું જણાયું હતું. આ અંગે હારિજ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ લખાવતા પીએસઆઇ વી.જી. ઠાકોર તપાસ ચલાવી રહ્યા છે.