થાન પોલીસે 2 દરોડામાં વિદેશી દારૂ સાથે 3 ઇસમને પકડાયા

થાન પોલીસ પેટ્રોલિંગમાં હોવા દરમિયાન વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી. આથી 2 અલગ અલગ દરોડામાં 3 ઈસમને પકડી પાડ્યા હતા. જેમાં પ્રથમ દરોડામાં દારૂ,બાઇક, મોબાઇલ સહિત રૂ.48,500નો મુદ્દામાલ જ્યારે બીજા દરોડામાં વિદેશી દારૂ સહિત રૂ.33,600નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.થાનગઢમાં વધતી દારૂની બદીને નેસ્તોનાબૂદ કરવાની સૂચનાને લઇ પીઆઇ એે.એચ.ગોરીના માર્ગદર્શનમાં પોલીસ ટીમે પેટ્રોલિંગમાં તપાસ હાથ ધરી હતી. અલગ અલગ ટીમોએ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન વિદેશી દારૂ અંગે બાતમી મળી હતી.આથી વોચ ગોઢવવામાં આવતા શંકાસ્પદ હાલતમાં બાઇક પર આવતા 2 ઈસમને અટકાવી પૂછપરછ અને તલાશી હાથ ધરી હતી. તેમની પાસે વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેના વિશે પૂછતા પોતે સારસણા થાનના ધીરૂભાઇ ભૂપતભાઇ ધોરિયા હોવાનુ અને દારૂ સોનગઢ થાનના સગરામભાઇ ઉર્ફે ગોબરભાઇ વાધાભાઇ રંગપરા હોવાનું જણાવ્યું હતું.આથી પોલીસ ટીમે સોનગઢ ગામે વાડીમાં દરોડો કરી માલઢોર બાંધવાના ડેલામાંથી પણ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે બન્ને ઇસમો સાથે વિદેશી દારૂ, મોબાઇલ, બાઇક સહિત રૂ.48,500નો મુદ્દામાલ કબ્જે કરી થાન પોલીસ સ્ટેશને દારૂ અંગે ગુનો દાખલ થયો હતો. જ્યારે અન્ય એક બાતમીના આધારે થાન મેલડીમાના ઓટા સામે વાડામાં દરોડો કરાયો હતો. જ્યાંથી વિદેશી દારૂ સહિત રૂ.33,600ના મુદ્દામાલ સાથે થાન આંબેડકરનગર-2ના રહિશ પ્રકાશ લાલજીભાઇ સોલંકીને પકડી લેવાયો હતો.પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.