ગાંધીધામમાં પત્ની ઉપર લાકડીથી પતિએ કર્યો હુમલો.
ગાંધીધામ, તા. ૨૧ : શહેરમાં ભારત નગર કૈલાશ સોસાયટી વિસ્તારમાં પતિએ પોતાની પત્ની ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. કૈલાશ સોસાયટીના મકાન નં:- ૭૦ માં રહેતા લીલાબેન પોતાના ઘરના દરવાજા પાસે ઊભા હતા દરમ્યાન તેના પતિએ વિનોદ રણછોડ સવાણી આવ્યો હતો અને તું હવે કોઈ ઘરે ધરકામ કરવા જઇશ નહીં તેમ કહી ગાળો આપી પોતાની પત્ની ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. મારામારીની આ ઘટના માં મહિલાને માથામાં ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે આગળની તપાસ પોલીસે હાથે ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.