અંજારમાં આંકડાનો જુગાર રમતો શખ્સ પોલીસે પકડયો.
ગાંધીધામ, તા. ૨૧ : અંજારના ગંગાનાકા વિસ્તારમાં ખુલ્લામાં આંકડાનો જુગાર રમતા ખેલીને પોલીસે દબોચી લઈ રોકડા રૂ. ૮૧૦ કબ્જે કર્યા હતા. ગંગાનાકા બી. એમ પેટ્રોલ પંપ સામે ઝૂપડા વિસ્તારમાં રહેતા મૂળ બિહારના સબોંધકકુમાર ત્રિવેણી પાસવાન નામના શખ્સને પોલીસે આજ વિસ્તારના સુલભ શૌચાલય પાસેથી ધરપકડ કરી હતી. ખુલ્લામાં વરલી મટકાનો આંકડાનો જુગાર રમતા આ શખ્સ પાસે રોકડા રૂ. ૮૦૦ આંકડાનું સાહિત્ય હસ્તગત કરવામાં આવ્યું હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.