ખુંટવડા તાબેના આસરાણા ખાતેથી એક ઇસમને પિસ્ટલ તથા જીવતા કાર્ટીશ નંગ-૧૧ સાથે ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી.

 ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર જીલ્લા એસ.ઓ.જી. શાખાને જીલ્લામાં ગેરકાયદેસર રીતે ફાયર આર્મ્સ (હથિયાર) રાખતા ઇસમોને ઝડપી પાડવા સુચના આપેલ હતી. જે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. કે.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી ગેરકાયદેસર ફાયર આર્મ્સ રાખતા ઇસમો બાબતે માહિતી મેળવવા કામગીરી હાથ ધરેલ હતી દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને બાતમી હકિકત મળેલ હતી કે, આફતાબ જુણેજા રહેવાસી પાલીતાણા વાળો આસરાણા ચોકડી તા. મહુવા ખાતે ઉભેલ છે તે સાવરકુંડલા તરફ જવાનો છે અને તેની પાસે ફાયર આર્મ્સ પિસ્ટલ રાખેલ છે. જે બાતમી આધારે એસ.ઓ.જી. પોલીસે ઓપરેશન ગોઢવી *આરોપી આફતાબ રહીમભાઇ જુણેજા ઉ.વ.૨૩ રહેવાસી પાલીતાણા સિપાઇવાડા નગરપાલીકા પાછળ, જી. ભાવનગર વાળાને દેશી બનાવટની પિસ્ટલ નંગ-૧ કિ.રૂ।. ૨૫૦૦૦/- તથા જીવતા કાર્ટીશ નંગ-૧૧ કિ.રૂ।. ૧૧૦૦/- સાથે આસરાણા ચોકડી તા. મહુવા ખાતેથી આબાદ રીતે ઝડપી પાડી તેના સામે કાયદાકીય કાર્યવાહી કરી આર્મ્સ એકટ તળે ખુંટવડા પોલીસ સ્ટેશનમાં એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ્ટેબલ સોહિલભાઇ ચોકિયાએ ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજાની માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ  તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા હારીતસિંહ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. મુકેશભાઇ કંડોલીયા જોડાયા હતા.