ભુજમાં બિગબેશ સ્પર્ધાની મેચ ઉપર સટ્ટો રમતા યુવાનની અટક

ભુજ ઓસ્ટ્રેલીયામાં રમાઇ રહેલી 20-20 ઓવરની બીગબેશ ક્રિકેટ સ્પર્ધાની મેચ ઉપર સટ્ટો રમવાના આરોપસર અત્રેના પ્રિત વિનોદ ગોસ્વામી નામના યુવાનની સ્થાનિક પોલીસે અટક કરી તેની સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ સાધનોના જણાવ્યા અનુસાર શહેરમાં ભાવેશ્વર નગર વિસ્તારમાં પારેખ ટાવરના ચોગાનમાંથી શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.550 રોકડા અને એક મોબાઇલ ફોન તથા ડાયરી જપ્ત કરાયા હતા. બી. ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સહઆરોપી દરોડા સમયે હાથમાં ન આવ્યો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ અજ્ઞાત આરોપીના મોબાઇલ નંબર ઉપરથી તેનું પગેરૂં દબાવાયું છે.