અંકલેશ્વર તરીયા ગામમાં મહિલાને ભોળવી દાગીના લઇને બે સાગરીતો પલાયન

અંકલેશ્વરના તરીયા ગામની રમીલાબેન પટેલ સુરતના સાયણ ખાતે શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે. નિત્યક્રમ મુજબ શાકભાજી વેચી પરત ઘરે આવી રહ્યા હતા. ગામ જવા માટે બસ ડેપો પાસે છકડાની રાહ જોઈ બેઠા હતા. તે દરમિયાન 2 ઠગ તેમની પાસે આવી વાતચીત કરવાની શરૂઆત કરી હતી. વાતોમાં ભોળવી સોનાની બુટ્ટી ઉતરાવી લીધી હતી અને થેલા નકલી બંડલ મુકવાના બહાને દાગીના અને 8 હજાર રૂપિયા ભરેલ પાકીટ લઇ પલાયન થઇ ગયા હતા. જે બાદ થોડી વાર પછી રમીલાબેન અહેસાસ થતા તેવો બંડલ ચેક કરતા અંદર કાગળ અને પાકીટ ગળી વાળેલ મળી આવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં શહેર પોલીસ સ્ટેશને જાણ કરી ફરિયાદ લખાવી હતી.