વાંકાનેરની થાન ચોકડી પાસેથી બાઇકની ચોરી કરનાર શખ્સ પકડાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન થાન ચોકડી પાસે શંકાસ્પદ બાઇક સાથે ઈસમ નીકળતા પૂછપરછ કરતા તે કાળુભાઈ ઉર્ફે રાજુ રવજીભાઈ શાપરા હોવાનું ખુલ્યું હતું, બાઈક અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા ગુજ્કોપમાં સર્ચ કરતા બાઈક માલિક ભુપતભાઈ વનાણી હોવાનું ખુલ્યું હતું. બાઈક વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાંથી તસ્કરી થયાનું ખુલ્યું હતું.પૂછપરછ કરતા બે દિવસ પૂર્વે માટેલ પાસેથી બાઈક તસ્કરી કર્યું હતું અને અન્ય બાઈક મોરબીના ટીમ્બાવાળી મેલડી મંદિર પાસેથી તસ્કરી થયું હતું. જે મોરબીના રવિ અગેચણીયાનું હોવાનું ખુલતા તસ્કરી થયેલા ત્રણ બાઈક જપ્ત કરીને વધુ કાર્યવાહી ચલાવી છે. કામગીરીમાં વાંકાનેર સીટી ઇન્ચાર્જ પીઆઈ જાડેજાની ટીમના જી પી ટાપરીયા, હરપાલસિંહ પરમાર, શક્તિસિંહ જાડેજા, અરવિંદભાઈ મકવાણા, પ્રતિપાલસિંહ વાળાની ટીમ જોડાઇ હતી.