વાંકાનેર શહેરના જીનપરા ગામે જુગાર રમતા 6 શખ્સો પકડાયા

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલા સાત નાલા નજીક જાહેરમાં જુગાર રમતા છ શખ્સોઓને સીટી પોલીસે પકડી પાડ્યા હતા. અને તમામ સામે ધોરણસરની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમા સાત નાલા નીચે અવાડા નજીક જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી વાંકાનેર સીટી પોલિસને મળતા તે જગ્યા પર જઈ દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ, વિશાલભાઇ વિનોદભાઇ અઘારા, નિતિનભાઇ ધનજીભાઇ રૂદાતલા, શાહરૂખભાઇ ઇકબાલભાઇ બોઘડીયા, રફીકભાઇ જુમાભાઇ કુરેશી અને જનકભાઇ પરષોતમભાઇ બાવળીયાને રૂ.10,180 રોકડ રકમ સાથે પકડી પાડીને બધા સામે જુગારધારા હેઠળ ધોરણેસરની તપાસ હાથ ધરી હતી.