મોડાસાના બડોદરા-ફરેડી પાસેથી દારૂ સાથે બાઈકચાલક પકડાયો

મોડાસાના બડોદરા-ફરેડી રોડ ઉપરથી પોલીસે પીછો કરી મેઘરજના બોઠીવાડાના બાઈક ચાલકને રૂ.58,000ના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. જોકે બાઈક પાછળ બેઠેલો મેઘરજના ભેમાપુરનો ઈસમ ફરાર થઈ ગયો હતો. મોડાસા રૂરલ પોલીસ મથકનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશ દોલતસિંહ બાતમી મળી કે બડોદરા ફરેડી રોડ ઉપર બાઈક (જીજે 9 સીજી 5829) પર બે ઇસમોને વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થવાના છે.બાતમી આધારે પોલીસે વોચ ગોઠવીને ત્યારે વિદેશી દારૂનો જથ્થો લઈને ત્યાંથી પસાર થતા બાઈકચાલક નરેશ રામાભાઈ ડામોરને પકડી પાડ્યો હતો. બાઈક પાછળ બેઠેલો બાબુ ધનાભાઈ ખાંટ ફરાર થઈ ગયો હતો. પોલીસે બાઈક ઉપર કોથળામાં ભરેલા રૂ.58,000ના બીયરના ટીન અને ક્વોટરિયા નંગ 120 જપ્ત કરીને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મોડાસાના ફરેડીના વિજયભાઈ સનાભાઇ રાવળ સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.