વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં કોન્ટ્રાક્ટરના બંધ મકાનમાં તસ્કરી

વઢવાણમાં ગણપતિ ફાટસર મથુરાપાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર ઘર બંધ કરીને હૉસ્પિટલ ગયો હતો. ત્યારે રાત્રિના અરસામાં તસ્કરો અંદાજે રૂ.50 હજારની રોકડની તસ્કરી કરી ગયા હતા. પરિવારે વઢવાણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતાં તપાસ શરૂ કરી હતી. વઢવાણ ગણપતિ ફાટસર રાજકોટ બાપપાસ પરની મથુરાપાર્ક સોસાસયટીમાં ઇલેક્ટ્રિકના કોન્ટ્રાક્ટર સાગરભાઈ કનૈયાલાલ સોલંકી પરિવાર સાથે રહે છે. સાગરભાઈનાં પત્નીને પીડા ઉપડતાં ઘર બંધ કરીને ખાનગી હૉસ્પિટલ લઈ ગયા હતા. જોડિયા પુત્રીનો જન્મ થતાં પરિવાર 3 દિવસ ત્યાં રોકાયા હતા. બાદમાં સાગરભાઈ 3 જાન્યુઆરીએ ઘેર આવ્યા તો ડેલીનું તાળું સલામત હતું. પરંતુ મુખ્ય મકાનનું તાળું તૂટેલું અને ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાં તપાસ કરતાં અંદાજે રોકડા રૂ.50,000ની તસ્કરી થયાનું બહાર આવ્યું હતું.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.