મારામારીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.


ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબ માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે બોરતળાવ પોલીસ સ્ટેશનના ગુ.ર.ન. ૧૧૧૯૮૦૧૫૨૧૧૦૪૭/ ૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૨૩,૩૨૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી હસમુખભાઇ બાબુભાઇ દવેરા રહે. અક્ષરપાર્ક, ભાવનગર મુળ વતન ખાંભા, જી.અમરેલી વાળાને ખાંભા મુકામે તેના ઘર પાસેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ, પોલીસ કોન્સ. મનદિપસિંહ ગોહિલ તથા રાધવેન્દ્રસિંહ ગોહિલ તથા ડ્રા.પો.કોન્સ. મુકેશભાઇ મોહનભાઇ જોડાયા હતા. \
રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર.