ચન્દ્રાલા પાસે ખાનગી ટ્રાવેલ્સ અને ઇસનપુરમાંથી 10 હજારનો દારૂ પકડાયો


ચંન્દ્રાલા પાસે ખાનગી ટ્રાવેલ્સમાંથી અને ઇસનપુર ગામમાંથી 10,700નો વિદેશી દારૂ ઝડપવામાં આવ્યો હતો. બંને કેસમાં 3 લોકો સામે કાર્યવાહી કરાઇ હતી. મળતી માહિતી અનુસાર ચંન્દ્રાલા પાસે પોલીસ ચેકીંગ દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સ આવતા તેને રોકાઈ હતી.જેમા મુસાફરી કરી રહેલા પેસેન્જરનો સામાન ચેક કરતા અમિત નાગેશ્વર પ્રજાપતિ (રહે, અંજના એપાર્ટમેન્ટ, થલતેજ અને રાજુ માધાભાઇ ચૌહાણ (રહે, મુખીવાસ, સોલાગામ, અમદાવાદ) પાસે રહેલા થેલામાંથી વિવિધ બ્રાન્ડની 12 નંગ બોટલ કિંમત 5640 પકડી પાડી બંને ઇસમો સામે પ્રોહિબિશન એક્ટી હેઠળ ગુનો દાખલ કરીને કરુવાહી હાથ ધરી હતી. બીજી તરફ ઇસનપુર મોટા ગામથી ચિલોડા તરફ આવતા રોડ ઉપર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને જોતા એક ઈસમની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. જેને લઇને પોલીસની ટીમે તેને રોકી ઝડપી પાડ્યો હતો. જેનુ નામ ઠામ પૂછતા પંકજ મોહનભાઇ પટેલ (રહે, સુરોહી બંગલો, 4 શુકન બંગ્લોની બાજુમા, નિકોલ) જણાવ્યુ હતુ. જ્યારે તેના સામાનમાંથી 12 નંગ બોટલો કિંમત 5040 મળી હતી. જેને લઇને પોલીસે તેની અટક કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.