વિસનગર તાલુકાના ઉદલપુર ગામમાં ચાઈનિઝ દોરી સાથે ઇસમ પકડાયો

વિસનગર તાલુકાના ઉદલપુર ગામમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચાતી હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી 27 બોક્ષ ચાઇનીઝ દોરીના રીલ સાથે ઈસમ પકડાઈ આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 10800ના ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.વિસનગર તાલુકા પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્તરાયણ પર્વે પશુ પંખીઓને નુકસાન કરતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં બે દિવસ અગાઉ તાલુકાના ગોઠવા ગામમાં ચાઇનીઝ દોરીના 40 રીલ સાથે એક ઈસમને પકડી પાડ્યો હતો.તાલુકાના ઉદલપુર ગામમાં પણ ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા ગામમાં રહેતા રમેશભાઇ હીરાભાઇ રાવળના રહેણાંક મકાનમાંથી 27 બોક્ષ ચાઇનીઝ દોરીના રીલ મળી આવ્યા હતા. પોલીસે રૂ.10,800ના ચાઈનિઝ દોરીનાં રીલ જપ્ત કરીને પકડાયેલ રમેશભાઇ સામે ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે. વિસનગર તાલુકા પોલીસે પકડાયેલા આ ઈસમ ચાઈનિઝ દોરી ક્યાંથી લાવ્યો અને ક્યાં વેચવાનો હતો તે અંગેની પકડાયેલા ઈસમની પુછપરછ હાથ ધરી છે.