ધોળકાના સીંધરેજ ગામની ગ્રૂપ સેવા સહકારી મંડળીમાં તસ્કરી


સીંધરેજ ગામની ગ્રૂપ સેવા સહકારી મંડળીની ઓફિસનું વીજ કનેક્શન કાપી ઓફિસના શટલનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઓફિસની તિજોરીની તથા ટેબલના ડ્રોઅરમાંથી રોકડ નાણાં 22 હજારની તસ્કરી કરી લઇ ગયા. ધોળકા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર અલ્પેશભાઈ ભાનુપ્રસાદ કલ્યાણી (રહે. ન્યુ મહાવીર સોસાયટી ધોળકા) તેઓએ ફરિયાદ લખાવી હતી કે હું સીંધરેજ ગ્રુપ સેવા સહકારી મંડળીમાં છેલ્લા 15 વર્ષથી સેક્રેટરી તરીકે નોકરી કરું છું મારે મંડળીમાં રાસાયણિક ખાતર અને ચાનું વેચાણ થાય છેજેનો વહીવટી હિસાબ કિતાબ મારે રાખવાનો હોય છે અને વેચાણનાનો હિસાબ મારા હસ્તક હોય છે અમારી મંડળીમાં કુલ ત્રણ સભ્યો કામ કરે છે જેમાં હું સેક્રેટરી ભગવાનભાઈ પ્રજાપતિ તરીકે અને ચેહરભાઈ પસાભાઈ પ્રજાપતિ તેઓ પટાવાળા તરીકે કામ કરે છે બંને સીંધરેજ ગામના વતની છે. રજાનો દિવસ હોવા છતાં ખાતર ખરીદનાર ખેડૂત આવેલ હોવાથી અમારા પટ્ટાવાળા ચેહરભાઈ સવારના અરસામાં ઓફિસ પર ગયા હતા. ત્યારે અમારી ઓફિસનું શટર, તાળું તૂટેલી હાલતમાં હતું અને શટર વાળી નાખી ખોલી નાખેલી હતું. જેથી તેમણે મને જાણ કરતાં સ્થળ પર પહોંચી તપાસ કરી તો અમારી ઓફિસના વીજ કનેક્શનો કેબલ થાંભલેથી કાપી નાખેલ હતો અને લાઇટ બંધ થઈ ગઈ હતી. જેથી ગામના અન્ય માણસો આગેવાનો ભેગા થઈ આ અંગે તપાસ કરેલી તો અમારી ઓફિસના લગાડેલા સીસીટીવી કેમેરા પણ લાઈટ ના હોવાના કારણે બંધ થઈ ગયા હતા જેથી પોલીસને જાણ કરી અને લાઈટ કનેક્શન ચાલુ કરી તપાસ કરતા કૅમેરા રાતના એક વાગ્યામાં બંધ થઈ ગયેલાનું જણાવેલ અને ઓફિસમાં તપાસ કરતા તિજોરીમાં રાખેલા હિસાબના નાણાં 20,000 તથા ટેબલના ડ્રોઅરમાંથી 2000 મળી કુલ 22 હજારની રોકડ રકમ મળી આવી નહોતી. જે કોઈ અજાણ્યો શખ્સ તસ્કરી કરી ગયાનું જણાયુ છે. આ અંગે તસ્કરી કરનાર અજાણ્યા ઇસમો સામે ફરિયાદ દાખલ કરી છે. આમ પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.