ટીંટોઇમાં એક મકાનમાંથી 32 હજારની તસ્કરી

મોડાસાના ટીંટોઈમાં ચોરોએ તરખાટ મચાવતાં એક જ રાત્રિના અરસામાં 4 મકાનને નિશાન બનાવીને મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત રૂ.32 હજારની મત્તાની તસ્કરીને અંજામ આપી પોલીસને ચેલેન્જ કરી હતી. ટીંટોઈમાં એક જ સપ્તાહમાં તસ્કરીના ઉપરાછાપરી દસ કરતાં વધુ જગ્યાએ તસ્કરોનો પ્રયાસ કરતાં ગામમાં ભયનો માહોલ છવાયો છે. ટીંટોઇમાં તસ્કરોએ સુથારફળીમાં ત્રણ મકાનોને નિશાન બનાવીને તસ્કરીનો પ્રયાસ કર્યો હતો તદુપરાંત પટેલફળીમાં હિતેન્દ્રભાઈ પટેલના મકાનમાં ઘૂસી ચીજવસ્તુઓ રફેદફે કરી ને તિજોરીમાં રહેલી રોકડ 20,000, સોનાની બુટ્ટી કિંમત રૂ.12,000 સહિત કુલ 32 હજારની તસ્કરીને અંજામ આપ્યો હતો. આ અંગે હિતેન્દ્રભાઈ પટેલ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ લખાવાઇ હતી.