પાટડીના પોરડા ગામેથી દેશી બનાવટની બંદુક સાથે 1 શખ્સ પકડાયો

પાટડી તાલુકાના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એસઓજી પોલીસ પ્રેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોરડા ગામનો એક ઈસમ પાસે દેશી બનાવટની મઝલ લોડની બંદુક હોવાની બાતમી મળી હતી. આથી પોલીસ ટીમે દરોડો પાડી એક ઈસમને બંદુક સાથે પકડી પાડ્યો હતો. તેની પાસેથી બંદુક કિંમત રૂ.2,500 સહિત મુદ્દામાલ કબ્જે કરી તેની સામે પાટડી પોલીસ સ્ટેશને આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધવ્યો હતો. એસઓજી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એએઆઇ ઘનશ્યામભાઇ મસીયાવા, મગનભાઇ રાઠોડ તથા હે.કો.મહીપાલસિંહ,પો.કો.ગોપાલભાઇ પરમાર સહિત એસ.ઓ.જી ટીમ પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન બાતમી મળી કે પોરડા ગામના તળાવ પાસે એક ઈસમ ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટની બંદૂક સાથે છે. આથી પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં તળશીભાઇ ઉર્ફે ટીનો ગોકળભાઇ દેલવાડીયાને એક દેશી મઝલલોડ બંદુક જેની કિંમત રૂ.2,500ની સાથે પકડી પાડ્યો હતો.જે ઈસમ વિરુદ્ધ પાટડી સ્ટેશને આર્મ્સ ઍક્ટ મુજબ ગુનો નોધાવવામાં આવ્યો હતો. આ અંગેની વધુ તજવીજ પાટડી પોલીસે હાથ ધરી હતી.