ભુજ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે. વિસ્તારના પ્રમુખસ્વામીનગર મધ્યે સોની વેપારી સાથે થયેલ ચીલઝડપનો વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી ચાર ઇસમોને ચીલઝડપમાં ગયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલિયા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ઉપરોક્ત ગુન્હો વણશોધાયેલ હોય જે ગુન્હો શોધી કાઢવા તથા આ કામોના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટરશ્રી એચ.એમ.ગોહિલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સફેક્ટર આઈ.એચ.હિગોંરા સાહેબના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજની અલગ-અલગ ટીમો બનાવી ટેકિનકલ સર્વેલન્સ તેમજ હ્મુમન રીસોર્સિસ મદદથી સરદહું વનશોધાયેલ ગુન્હો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન આજરોજ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર મધ્યે આવેલ ખાસરા ગ્રાઉએનડીમાં બાવળની ઝાડીઓ વચ્ચે ચાર ઈસમો બેઠેલ છે. અને જે લોકો પોતાની પાસે રહેલ કાઇક શંકાસ્પદ વસ્તુની વહેચણી કરે છે, જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત વાળી જગ્યાએ આવી તપાસ કરતાં ચાર ઇસમો મળી આવતા જેનું નામ પુછતા પોતે પોતાનું નામ (1)શાહીલ ઉર્ફે કારો ઇબ્રાહિમ ફકીર રહે. કોર્ટની પાછળ, વિજયનગર, અંજાર,(2) અકબર ઉર્ફે અલ્તાફ ભયુ રહે. ગંગાનાકું, અંજાર, (3) સિકંદર ઉર્ફે સિકલો લતીફ બાફણ રહે. નિંગાળ,તા. અંજાર તથા (4) મોહશીન ઉર્ફે મોશ્લો મામદ લાખા રહે. ભૂતેશ્વર મંદિર પાસે, ભીડનાકા બહાર, ભુજ વાળાઓ હોવાનું જણાવેલ તેમજ સદર થેલીમાં રહેલ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન બાબતે યુક્તિ પ્રયકતીથી પૂછપરછ કરતાં મજકૂર સિકંદર બાફણ તથા તેની સાથેનો અકબર ઉર્ફે અલ્તાફ બાફણ વાળા બંને જણા ભેગા મળી અકબરના કબજાનું મો.સા. જી.જે.12 ઇ.જે. 3099 વાળાથી ગાંધીધામ જવાહરનગર વિસ્તારમાં એકલતાનો લાભ લઈ રોડ પર ચાલતા રાહદારીના હાથમાંથી ચીલઝડપ કરીને આ તમામ મોબાઈલ ફોનોની ચોરી કરેલ હવાની કબુલાત આપતા જે આધારે નીચે મુજબનો વનશોધાયેલ ગુન્હો શોધી કાઢી મુદામાલ ચીલઝડપમાં ગયેલ સોના ચાંદીના દાગીના, કિંમત રૂ.1,78,108, ચીલઝડપ કરવા ઉપયોગમાં લીધેલ સ્પલેન્ડર મો.સા. જેની કિંમત રૂ. 30,000, મોબાઈલ ફોન નંગ 12 કિંમત રૂ.50,000 એમ કુલ કિંમત રૂ. 2,58,608 મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજીસ્ટર નંબર : 02/2022, ઇ.પી.કો. કલમ 379(એ3), 114 મુજબનો વણશોધાયેલ ગુન્હો રજીસ્ટર થયેલ.