ફરાદીમાં જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા અને એક શખ્સ નાસી ગયો


ફરાદીમાં જુગાર આંટા 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.શખ્સો પાસેથી પોલીસે રોકડા રૂ.11,900 જપ્ત કરીને તમામની સામે જુગારધારાની કલમો તળે ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી હતી.આ અંગે માંડવી પોલીસ મથકમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમી મળી કે, ફરાદીના ક્રિકેટ ગ્રાઉન્માં બાવળની ઝાડીમાં ફુગ રમાઈ રહ્યો છે.તેથી પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. શખ્સો લીલાધર મુરૂજી રાઠોડ, ગોવિંદ કાનજી મહેશ્વરી, લગધીરસિંહ જીવુભા તુંવર, અરવિંદ બાબુલાલને ઝડપી પાડ્યા હતા. જ્યારે કાંતિ બબાભાઈ પટ્ટણી નાસી છૂટવામાં સફળ રહ્યો છે. પોલીસે શખ્સો પાસેથી રોકડા રૂ.11,900 નો મુદામાલ જપ્ત કરી ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી છે.