જંગી – આંબલિયારા સીમમાંથી 45 હજાઆરએનએ જુદા જુદા વાયર તસ્કરી

ભચાઉ તાલુકાનાં જંગી તથા આંબલિયારા ગામની સીમમાં આવેલી બે ખાનગી કંપનીની પવનચક્કીઓમાં તસ્કરોએ હાથ માર્યો હતો. આ બે પવન-ચક્કીમાંથી રૂા.45,000ના જુદા-જુદા વાયરની ચોરી કરી હતી. ભચાઉનાં જંગી, વાંઢિયા, લાખાપર, લખધીરવાંઢ, મોડપર, ગોડપર ગામોની સીમમાં મુંબઇ પાવરીકા લિમિટેડ નામની કંપનીની પવનચક્કીઓ આવેલી છે, જે પૈકી જંગીની સીમમાં આવેલી જે. ડબલ્યુ-11માં નિશાચરોએ હાથ માર્યો હતો. આ પવનચક્કીના મુખ્ય દરવાજામાં હવા-ઉજાશ માટે જાળી રાખવામાં આવી છે. તસ્કરો આ જાળીમાં હાથ નાખી દરવાજાની કડી ખોલી અંદર ઘૂસી ગયા હતા.અંદરથી 4 સીએક્સ.-10 એસ.કયુ.એમ.એમ.નો 8 મીટર કોપરનો વાયર, 3 સી.એકસ. 185 એસ.કયુ.એમ.એમ.નો 70 મીટર કોપર વાયર તથા આર.સી.એકસ. 2.5 એસ.કયુ. એમ.એમ.નો 120 કોપર વાયર કોઇ સાધનો વડે તોડી નિશાચરો નાસી છૂટ્યા હતા. તેમજ આ પવનચક્કીની નજીક આંબલિયારા ગામની સીમમાં સુઝલોન કંપનીની એસ.-03 વાળી પવનચક્કી આવેલી છે. નિશાચરો આ પવનચક્કીમાં પણ ઘુસ્યા હતા અને તેમાંથી 300 સ્કવેર એમ.એમ.નો 20 મીટર કોપર વાયર કિંમત રૂા.10,000ની તસ્કરી કરી હતી. આમ, બે પવનચક્કીમાંથી રૂા.45,000ના વાયરતસ્કરીના આ બનાવમાં મુંબઇ પાવરીકા કંપનીના કલમેશ વિરેન્દ્ર પ્રતાપસિંઘ રાજપૂતે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. પોલ્સ આગળની તપાસ હાથ ધરી છે.