દાત્રાણામાં 70 બોટલ દારૂ સાથે બે ઈસમ ઝડપાયા, એક ઈસમ પલાયન

ખંભાળીયા તાલુકાના દાત્રાણા ગામે સ્થાનિક ગુના શોધકશાખાએ બાતમીના આધારે એક પડતર મકાનમાં દરોડો પાડી અંગ્રેજી દારૂની 70 બોટલ સાથે 2 ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. જયારે વધુ એક ઈસમનુ નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામમાં એક પડતર મકાનમાં ગેરકાયદેસર અંગ્રેજી દારૂનો જથ્થો સંતાડી રાખી હેરાફેરી કરવાની પેરવી ચાલી રહી હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે ઉકત સ્થળે દરોડો પાડ્યો હતો.આ દરોડા દરમિયાન રૂ.40 હજારની કિંમતનો 70 બોટલ અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવતા તમામ જથ્થો કબ્જે કર્યો હતો.અને ઈસમ મહેશ સવદાસભાઈ ચાવડા તથા હરદીપસિંહ દોલુભા જાડેજાને ઝડપી પાડયા હતા. પોલીસ પુછપરછ માંરાણ ગામની સીમમાં રહેતા ઈસમ હેમુભાઈ ઉર્ફે હેમંતભાઈ ગઢવીનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.