કેરા ગામે અવાર નવાર મીઠાથી ભરેલી ટ્રકો અકસ્માત નોતરે છે આજે બપોરે 3 વાગ્યાના આરસામાં દેનાબેંકની બાજુમાં સાઈડ ઊભેલી બાઈકને ઠોકર મારતા બાઇકને નુકસાન થવા પામ્યું


કેરા ગામે અવાર નવાર મીઠા થી ભરેલી ટ્રકો નોતરે છે અકસ્માત જે આજે બપોરે 3 વાગ્યાના આરસમાં દેનાબેંકની બાજુમાં સાઈડ ઊભેલી બાઈકને ટક્કર મારતાં બાઈક ચાલકનો તેમજ ત્યાં ઉભેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. ટક્કર એટલી જોરદાર મારી કે બાઈક છેક ફૂટફાથ પર આવેલ થાણા પાસે પડી હતી. બાદમાં ટ્રક ચાલક ભાગતા લોકોએ પીછો કરી પકડી પાડ્યો હતો. જેમાં જાણવા મળતા ડ્રાઈવર નશામાં હોવાથી કાબૂ ગુમાવ્યો હતો. આવા બનાવો કેરા ગામમાં અવાર નવાર બને છે છતાં પણ આ યમરાજ સમાન ટ્રકો પર કોઈ કાર્યવાહી કેમ કરાતી નથી. તે પણ એક મુદ્દાની વાત છે.
રિપોર્ટર રવિલાલ હિરાણી કેરા