અમદાવાદ શહેર વેજલપુર પોલીસ સ્ટેશનનો નાસતો ફરતો આરોપીને પકડી પાડતી બોરતળાવ પોલીસ ટીમ

મ્હે ભાવનગર રેન્જના મહાનિરક્ષક શ્રી. અશોકકુમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબ ભાવનગર વિભાગ ભાવનગર નાઓ તરફથી નાસતા ફરતા આરોપી શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે બોરતળાવ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ/પો.ઇન્‍સ. શ્રી એસ.વાય.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પો.સ્ટેનાં સર્વેલન્સ સ્કોર્ડના માણસો હેડ કોન્‍સ. એચ.એચ.સોલકી તથા પો.કોન્સ કુલદીપસિંહ ગોહીલ, અર્જુનસિંહ ગોહીલ, અનીલભાઇ મોરી, ગોવીદસિંહ પરમાર,  સંજયસિંહ સરવૈયા, દેવેન્દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ ગોહીલ, કુલદીપસિંહ સરવૈયા એ રીતેના પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હકીકત મળેલ કે અમદાવાદ શહેર વેજલપુર પો.સ્ટેના ઇ.ગુજકોપ ગુ.ર.નં :- ૧૪૫૦/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૪૯૮(ક), ૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૧) મુજબના ના કામનો નાસતો ફરતો આરોપી કુભારવાડા મોતીતળાવ શેરી નં ૦૬ ખાતે હાજર હોય જે હકીકત આધારે ત્યા પહોચતા મજકુર ઇસમ હાજર મળી આવતા નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ સમીરભાઇ રજાકભાઇ શેખ ઉવ ૩૧ રહે કુ.વાડા મોતીતળાવ શેરી  નં ૦૬ ભાવનગરવાળા હોવાનુ જણાવેલ જેમને સદરહુ ગુન્હામાં પકડવાનો બાકી હોય જેથી બે પચોને બોલાવી સી.આર.પી.સી ૪૧(૧)(આઇ) મુજબની કાર્યવાહી કરી તેમજ હાલ વૈશ્વીક મહામારી કોવીડ-૧૯ ને કારણે નામદાર કોર્ટની ગાઇડ લાઇન મુજબ સાવચેતીના કારણોસર પહેલા કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવવો જરુરી હોય જેથી મજકુર ઇસમને અટક કરેલ નથી નજર કેદમાં રાખેલ છે તેમજ આગળની કાર્યવાહી માટે અમદાવાદ શહેર વેજલપુર  પો.સ્ટે જાણ કરવામા આવેલ છે.

રિપોર્ટર એઝદ  શૈખ ભાવનગર