અડાલજમાં કારમાંથી તસ્કરી કરનારો ઈસમ ઝડપાઇ ગયો

અડાલજમા નાસ્તાની દુકાન આગળ પાર્ક કરાયેલી કારમાંથી આશરે 80 હજારની તસ્કરી થઇ હતી. પરિવાર નાસ્તો કરવા ગયો હતો. તે સમયે કારને લોક કરવાનુ ભુલી જતા ચોર તસ્કરી કરી ફરાર થઇ ગયો હતો. એલસીબીની ટીમે તસ્કરી કરનાર ઈસમને પકડી તેની સામે તજવીજ હાથ ધરી હતી. કૌશલ વિજયકુમાર શાહ (રહે, કુંજ ટેનામેન્ટ, ઘાટલોડીયા) પ્લંબીંગનો ધંધો કરે છે. પરિવાર સાથે પાલનપુરમા તેમના મિત્રના ખબર અંતર જાણવા જતા હતા. તેમની બે દિકરીને ભૂખ લાગતા કાર અડાલજની નાસ્તાની દુકાન આગળ ઉભી રાખી તે સમયે કારને લોક મારવાનુ રહી જતા ચોર 80 હજારની માલમત્તાની તસ્કરી કરી ગયાની ફરિયાદ અડાલજ પોલીસ સ્ટેશનમા નોંધાવી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, અડાલજ બસ સ્ટેન્ડ પાસે તસ્કરી કરનાર ઈસમ ખોરજ પાસે ઉભો છે. ત્યારે પોલીસે બાતમીવાળી જગ્યાએ સામાન્ય નાગરિક બની પહોંચ્યા હતા.જ્યાં જ્યુપીટર લઇને એક ઈસમ ઉભો હતો. તેને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પૂછતાછ કરતા વાહનના ડોક્યુમેન્ટ માગ્યા હતા, પરંતુ આપી શક્યો ન હતો. જ્યારે વાહનની તલાસી લેતા તેમાથી લેડીઝ પર્સ, કાંડા ઘડીયાલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.સામાન ક્યાંથી ખરીદવામા આવ્યો સહિતની માહિતી માગતા કબુલ કર્યુ હતુ કે, 25 દિવસ પહેલા અડાલજ બસ સ્ટેન્ડ પાસે ઉભેલી કારમાંથી પર્સની ચોરી કરી હતી. જેમા મંગળસૂત્ર, મોબાઇલ, ઘડીયાલ, ફોનની તસ્કરી કરી હતી. જેમા તેનો મિત્ર વિકાસ મુદ્દામાલ લઇ ગયો હતો. જ્યારે રોકડા 4 હજાર અને પર્સ મને આપ્યુ હતુ. પોલીસે વાહન સહિત 26,650નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.