કડીના ઇન્દ્રાડથી રું.13,530ની મત્તા સાથે 2 શખ્સો ઝડપાયા


નંદાસણ પોલીસે કડી તાલુકાના ઇન્દ્રાડ ગામે દરોડો પાડી જુગાર રમતા 2 શખ્સોને રૂપિયા 13,530 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે 3 શખ્સે ફરાર થતાં 5 જુગારીઓ સામે ગુનો નોંધાયો છે.નંદાસણ પોલીસને કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતાં ઇન્દ્રાડ ગામે ચરામાં પાણીની ટાંકી પાછળ દરોડો પાડી જુગાર રમતાં કનુજી ગાડાજી ચુડાજી ઠાકોર અને અજયસિંહ ગોવિંદસિંહજી નવુજી વાઘેલાને પકડી પાડયા હતા. જ્યારે નિતીન ઉર્ફે કાળો અમરતજી ઠાકોર, રણવીરસિંહ શિવાજી ઠાકોર અને સંજયજી સગાજી ઠાકોર નાસી ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા 13,530 નો મુદ્દામાલ જપ્ત કરીને 5 જુગારીઓ વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં જુગારધારા અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.