અંકલેશ્વરમાં ઘર આંગણે પાર્ક કરેલી કારની ચોરી

અંકલેશ્વર ગ્રીન પાર્ક સોસાયટી ઘર આંગણે પાર્ક કરેલ ઇકો કારની ચોરીથી ચકચાર મચી જવા પામી હતી. તસ્કરો ઇકો કારમાં રહેલા ગેસ બોટલ તેમજ અગત્યના દસ્તાવેજ સાથે ની બેગ પણ ચોરી ગયા હતા. જીઆઇડીસી પોલીસ એ 2.80 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી. અંકલેશ્વર કાપોદ્રા રોડ પર આવેલ દિનેશ મિલ સામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા મેહતાબ આલમ ખાન એ પોતાની ઇકો કાર ઘર આંગણે પાર્ક કરી હતી.રાત્રીના અરસામાં દરમિયાન તસ્કરો ઇકો કાર ચોરી કરી પલાયન થઇ ગયા હતા સવારના અરસામાં જયારે મેહતાબ આલમ ખાન ગાડી પાર્કિંગ સ્થળે આવતા ગાડી ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. વાહન ચોરો ગાડી માં રહેલ 4 ગેસ બોટલ અને અંદર દસ્તાવેજ ભરેલી બેગની ચોરીની કરી સાથે લઇ ગયા હતા. ઘટના અંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે 30 હજારની કિંમતની ગેસ બોટલ અને 2.50 લાખ રૂપિયાની ઇકો કાર મળી 2.80 લાખ રૂપિયાની ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તજવીજ આરંભી હતી.