દિયોદર અયોધ્યાનગર સોસાયટીના બે બંધ મકાનનોને તસ્કરોએ નિશાન બનાવ્યા

દિયોદર-શિહોરી હાઇવે ઉપર આવેલી અયોધ્યાનગર સોસાયટીના બે બંધ મકાનોને  રાત્રિના અરસામાં તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં એક મકાનમાંથી રૂ.15 હજાર જ્યારે બીજા મકાનમાંથી નવા કપડાની તસ્કરી કરી હતી. રાત્રિના અરસામાં દિયોદર-શિહોરી હાઈવે પાસે આવેલ અયોધ્યાનગર સોસાયટીના બે બંધ મકાનોને ચોર ટોળકીએ નિશાન બનાવ્યા હતા. જેમાં ઘરના દરવાજાના તાળાં તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. જેમાં સોસાયટીના પ્રકાશભાઇ પ્રજાપતિ રટર્ના અરસામાં બહારગામ સહ પરિવાર સાથે સાસરી ગયા હતા.જ્યાં સવારના અરસામાં પડોશી દ્વારા જાણ કરાતા પરત ફરતાં જાણ કરતા ઘરના મકાનમાં તાળાં તુટ્યા છે. ઘરે આવી સામાન ચેક કરતા તસ્કરો ઘરનો મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી ગલ્લામાંથી 15 હજાર રોકડની તસ્કરી થયાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય એક શિક્ષકના ઘરમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. શિક્ષકના બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં તિજોરી તોડી પણ કશું હાથમાં ના આવતા તિજોરીમાં પડેલ નવા કપડાં લઈને સંતોષ માન્યો હતો. આ અંગે મોડે સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી.