બસ સ્ટેન્ડથી ગદોસણ તરફ કારચાલકે પદયાત્રીને ટક્કર મારતા માથામાં ગંભીર ઈજા


પાટણ-ચાણસ્મા હાઇવે પર રાજપુર બસ સ્ટેન્ડથી ગદોસણ તરફ કારચાલકે પદયાત્રીને ટક્કર મારતા માથામાં ગંભીર ઈજા પહોચતા હેમરેજ થયું હતું. પાટણ ખાતે રહેતા કલ્પેશભાઈ રાજેશભાઈ મોદી અને અક્ષયભાઈ મોદી સહિતના લોકો પાટણથી મહેમદપુર ગામે પારેવાવીરના મંદિરે દર્શનાર્થે પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે રાજપુર બસસ્ટેન્ડથી ગદોસણ તરફ જતા હતા. ત્યારે પાછળથી આવતી એક સફેદ કલરની વેગેનાર જેવી લાગતી કારના ચાલકે ભયજનક રીતે ચલાવી અક્ષયભાઈ મોદીને પાછળથી ટક્કર મારતા તેમના પગે,ઢીંચણ ઉપર અને હાથના ખભા ઉપર ઇજાઓ તેમજ માથામાં હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. આ અંગે પાટણ તાલુકા પોલીસ સ્ટેશને કલ્પેશભાઈ રાજેશભાઈ મોદીએ ફરિયાદ લખાવી હતી.