કડીના નંદાસણ રોડ ઉપર ટ્રકચાલકને લૂંટનાર ત્રણ શખ્સો પકડાયા, 12 હજાર કબ્જે

કડીના નંદાસણ રોડ ઉપર અગાઉ ટ્રક ચાલકને લૂંટનાર 5 ઇસમો પૈકી 3 ઇસમોને ઝડપીને કડી પોલીસે લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ.12,500 રોકડ અને છરી કબ્જે કરીને બાકીના 2 ઇસમોની તપાસ શરૂ કરી છે. કડીથી કપાસીયા ભરીને રાજસ્થાનના બિકાનેર જતી ટ્રકના ચાલકને આંતરી છરી મારીને કેટલાંક ઇસમો રૂપિયા 30,500 ની મતાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. કડી પોલીસે લૂંટ કરનાર 3 ઇસમોને રૂ.12,500 ની રોકડ રકમ અને છરી સાથે પકડી પાડ્યા હતા. 3 ઇસમો પૈકી એક 17 વર્ષનો કિશોર હોવાથી તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા ઇસમોએ દેત્રોજ તાલુકાની મારામારીના બે ગુનાઓની પણ કબૂલાત કરી છે.પકડાયેલા ઇસમો ઈન્દ્રવિજયસિંહ ઉર્ફે ખુમાનસિંહ વિનુભા મકવાણા, જોરાવરસિંહ ઉર્ફે ભોટુ ભઈલુભા ઝાલા, કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર, ફરાર ઇસમો (1)યુવરાજસિંહ ઉર્ફે મુરલી ભાથીભા સોલંકી, (2) નરપતસિંહ ઉર્ફે રેન્ચો ગણપતસિંહ ઝાલા.