જામનગરમાં 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો, 1 શખ્સ પકડાયો


જામનગર શહેરના હાપા રેલવે સ્ટેશન નજીક જાહેરમાં ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ પર મેચ જોઈને પૈસાની હારજીતનો સોદો કરી રહેલા ઈસમને એલસીબીએ રોકડ તથા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની કપાત લેનાર રામેશ્વરનગરના ઈસમને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. હાપા રેલ્વે સ્ટેશન મેઇન રોડ ઉપર ફલોર મીલ પાસેથી જાહેરમાં ઓસ્ટ્રેલીયા દેશમા રમાતી 20-20 ક્રિકેટ ટુનામેન્ટની મેચો ઉપર મોબાઇલ ફોનથી લાઇવ મેચ જોઇ પૈસાની હારજીતનો સોદો કરતા કનૈયાલાલ જમનાદાસ દેવાણી (રહે.હાપા, રેલ્વે સ્ટેશન મેઇન બજાર, જામનગર) વાળો મળી આવતા તેના કબ્જામાંથી રોકડ રૂ.3,950 તથા બે નંગ મોબાઇલ ફોન કિંમત રૂ.7,000 મળી કુલ રૂ.10,950નો મુદામાલ જપ્ત કરી પો.કોન્સ. યોગરાજસિંહ રાણાએ ફરિયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. હરદીપભાઇ ધાધલએ તેમના સામે જુગારધારા હેઠળ કાયદેસરની તજવીજ કરેલ છે. સોદાની કપાત લેનાર અર્જુનભાઇ (રહે.રામેશ્વરનગર, જામનગર)વાળાને પકડવાની તપાસ ચાલુ છે.