મોટી નાગલપરના ઠગાઇના ગુના કામે ફરાર આરોપણને પકડી પાડતી અંજાર પોલીસ
 
                
સરહદી રેન્જ ભુજના મહે. પોલીસ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી જે.આર.મોથાલિયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સુચના આધારે અંજાર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ગુ.ર.ન. 11993003220005/2022 આઈ.પી.સી.કલમ 406,420,120(બી) મુજબના ગુન્હા કામે ફરિયાદી તથા સાહેદો પાસેથી બધુ વળતરના નામે અલગ અલગ સમયે કુલ્લે રૂ.40,66,000 તથા ગોલ્ડ કોનના નામે આશરે 14 તોળાં જેટલું સોનું વધુ વળતર આપવા આ કામેનાં આરોપીઓએ આ કામેના ફરિયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કરેલ હોઈ જે કામેના આરોપીઓને શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહી હ્મુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદ મેળવી પો.ઇન્સ.શ્રી એમ.એન.રાણા નાઓએ ખાનગી રાહે બાતમી હકીકત મલેક કે, આ કામની આરોપણ મળી આવેલ જે આરોપણને પકડી પાડી ઉપરોક્ત ગુના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી રીન્કુબેન ચેતનપુરી ગુસાઈ ઉ.વ. 29 રહે, ગોપાલાનંદ સ્કૂલ, આધોઈ તા. ભચાઉ . આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એન.રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જી.બી.માજીરાણા નાઓ સાથે રહેલ હતા.
 
                                         
                                        