અપહરણ, રેપ તથા પોક્સોના ગુના કામેના આરોપીને સગીર વયની ભોગ બનનાર સાથે પકડી પાડતી ભચાઉ પોલીસ
 
                
મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકની પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ ગુમ અપહરણ બાળકો તેમજ તે કામોના આરોપીઓ શોધવા સારૂ સુચના હોઈ જે અનવ્યે ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 0429/2021 ઇ.પી.કો કલમ 363,36,376(3) તહાં પોકસો એક્ટ કલમ 4,6 મુજબનો ગુનો નોધાયેલ જે ઉપરોક્ત ગુના કામેના ભોગ બનનાર તેમજ આરોપીને શોધવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. ગડ્ડુ સાહેબનાઑ દ્રારા સ્ટાફને સુચના કરતાં આ કામે ભોગ બનનાર તેમજ આરોપી ઈન્દોર (મધ્ધપ્રદેશ) હોવાની બાતમી મળતા એક ટીમ મધ્ધપ્રદેશ ખાતે તપાસમાં મોકલી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્મુમન સોર્સિસ આધારે આ કામેના આરોપીને મધ્ધપ્રદેશના ઈન્દોર જિલ્લાના રિવેરાહિલ્સ, તિલોલખુર્દ ખાતેથી પકડી લઈ રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપી ગોલુ વેરસિંઘ મહેતા (અનુ.જનજાતિ) ઉ.વ.22 રહે. સેમલીખેડા,તા ઉદયનગર જી.દેવાસ (મધ્ધપ્રદેશ).આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એન.ગડ્ડુ સાહેબની સુચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સરતાણભાઈ કણોલ, વિશ્વજીતસિંહ ગોહીલ, અરવિંદસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર, જયદીપસિંહ ડાભી, નરેન્દ્રભાઈ ચૌધરી તથા મહિલા કોન્સ્ટેબલ ટીનાબેન સુંદેશા વિગેરેનાઓ સાથે રહી કરવામાં આવેલ હતી.
 
                                         
                                        