ઓશીયા હાયપર માર્ટની વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી આરોપી પકડી મુદામાલ રીકવર કરતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ લચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલા સાહેબ અંજાર વિભાગમાં મિલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય અને ગાંધીધામ એ ડીકીઝન પો.સ્ટે. એ ગુ.ર.નં 0007/2022 ઇ.પી.કો કલમ 454,457,380,427 મુજબનો ગાંધીધામ ઓશીયા હાઇપરમાર્ટ માંથી ચોરીનો વણશોધાયેલ ગુનો રાજી. થયેલ હોય પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા નાઓએ ગુન્હો શોધી આરોપી અટક કરી મુદામાલ રીકવર કરવા સુચના આપેલ હોઈ જે અનવ્યે ગાંધીધામ એ ડીવી પો.સ્ટે ના સ્ટાફના માણસોને હ્મુમન શોર્સ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમી આધારે આરોપીઓને મુદામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.  પકડાયેલ આરોપી 1) માધવ પ્રેમસીંગ ગોપી જાટવ ઉ.વ. 22 રહે. સુમસાવાદ મડી તા. જી.આગ્રા(યુ.પી), 2) કલ્પેશ ડાયાભાઈ વાલ્મીકિ ઉ.વ.20 રહે. ભારતનગર ગાંધીધામ મુળ રહે. લુખાસણ તા. સિધ્ધપુર જી.પાટણ 3) 02 કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરો. કબજે કરેલ મુદામાલની વિગત (1) રોકડા રૂપિયા 8,41,780, (2) ચોરીના રૂપિયાથી લીધેલ મો. ફોન આઈ.ફોન 13 પ્રો. મેક્સ ગોલ્ડ કલરનો કી. રૂ.1,20,000, (3) ચાંદીના નાના-મોટા સિક્કા નંગ 73 કી. રૂ.18,000, (4) ગુના કામે આરોપીઓએ ઉપયોગમાં લીધેલ મોબાઈલ નંગ 04 કી. રૂ.20,000, (5) પ્લેટીના મો.સા જેના આર.ટી.ઑ નંબર લગાવેલ નથી કી.રૂ.20,000, (6) સુઝુકી એક્સેસ નં જી જે 12 ડી આર 0605 કી.રૂ.40,000, (7) કાંડા ઘડિયાલ નંગ 14 કી.રૂ.2,800,(8) ઠંડીમાં પહેરવાના ગરમ જેકેટ નંગ 2 કી.રૂ.2,000, (9) ઈયરફોન નંગ 02 કુલ 500, (10) બેગ નંગ 02 કી.રૂ.1,000, (11) અમેરીકન ડોલરની 06 નોટ કુલ 29 ડોલર કુલ કી. રૂ.10,66,080 કબ્જે કરેલ.