પ્રોહિબિશનની ડ્રાઈવ દરમ્યાન એક જ દિવસમાં કુલ 04 પ્રોહિબિશનના કેસો શોધી કાઢતીલોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
 
                
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પ્રોહિબિશનની બંદી નાબૂદ કરવા સુચના આપેલ હોય અને ને અનુસંધાને તા. 07/01/2022 થી તા.09/01/2022 એમ દિન 03ની પ્રોહિબિશન અંગેની ડ્રાઈવ રાખેલ હોય જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાની અલગ અલગ ટીમો બનાવી સઘન કાર્યવાહી હાથ ધરી એક જ દિવસમાં વિદેશી તેમજ દેશી દારૂ તથા દેશી દારૂ બનાવવાની ભટ્ઠીની નીચેની વિગતના કુલ 04 પ્રોહીશનના ગુન્હાઓ શોધી કાઢવામાં આવેલ છે. (1) ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 22/2022 પ્રોહી એક્ટ કલમ 65(એએ), 81 મુજબના ગુના કામે આરોપી હાર્દિક વિનોદભાઇ ભાવસાર, ઉ.વ. 37 રહે. જેષ્ઠાનગર શંકર દાદાના મંદિરની બાજુમાં કેમ્પ એરીયા ભુજ તથા નયન ધનશ્યામભાઈ મહેતા રહે. મકાન નંબર 04, સરગમ એપાર્ટમેન્ટ બીજો માળ, વોકરા ફળિયા ન્યુ સ્ટેશન રોડ ભુજના કબ્જામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મેકડોવર્લ્સ નં 1 સુપીરીયર બ્રાન્ડ વ્હીસ્કીની કાચની 750 એમ.એલ.ની બોટલો નંગ 21 કિંમત રૂપિયા 7,875 કબ્જે કરવામાં આવેલ છે. (2) ભુજ શહેર બી ડિવિઝન પોલીસ ગુના રજીસ્ટર નંબર 20/2022 પ્રોહી એક્ટ કલમ 65(એઇ), 81 98(2) મુજબના ગુના કામે આરોપી નયન ધનશ્યામભાઈ મહેતા ઉ.વ.28 રહે. રૂમ નં 4, સરગમ એપાર્ટમેન્ટ, બીજા માળે, ન્યુ સ્ટેશન રોડ, વોકરા ફળિયુ, ભુજ તથા આરોપી સુરેન્દ્રસિંહ દાનસંગજી જાડેજા ઉ.વ. 32 રહે. ગામ ઝુરા,તા. ભુજ ભારતીય બનાવટના વિદેશી દારૂની મેકડોવર્લ્સ નં 1 સુપીરીયર બ્રાન્ડની બોટલો નંગ 46 કી.રૂ.17,250. (3) નિરોણા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 005/2022, પ્રોહી એક્ટ કલમ 65(એફ) મુજબના ગુના કામે આરોપી હરિસિંહ નગજી સોઢા, રહે. ગામ મોટી ગોધીયાર વળાના કબ્જામાંથી દેશી દારૂ બનાવવાનો આથો લિટર 300 કિંમત રૂપિયા 600 નો કબ્જો કરવામાં આવેલ છે. (4) ગઢશીશા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 10/2022, પ્રોહી એક્ટ કલમ 65(એફ) મુજબના ગુમા કામે આરોપી બહેન સાંતાબેન ઇભલા કોલી, રહે. દશરડી, તા. માંડવી વાળીના કબ્જામાંથી દેશી દારૂ લી 17, કી.રૂ.340 નો કબ્જે કરવામાં આવેલ છે.
 
                                         
                                        