જામનગર શહેરમાં ફરસાણની દુકાનમાં તસ્કરો ત્રાટકયા


જામનગર શહેરના મુખ્ય માર્ગ એવા ઇન્દીરા માર્ગ પર સ્મશાન ચોકડી પાસે આવેલી સુરેશ ફરસાણ માર્ટની ફરસાણની દુકાનમાં રાત્રિના અરસામાં તસ્કરો ત્રાટકયા હતાં. તેઓ દુકાનનું શટર ઉચું કરી અંદર ઘૂસી ટેબલના ખાનામાં રાખેલા 50 હજાર રોકડ લઇ ગયા હતાં તેમજ દુકાનના સીસી ટીવી કેમેરા અને ડીવીઆર પણ સાથે લઇ ગયા હતાં, તસ્કરી બાદ તસ્કરોએ દુકાનમાંથી થોડું ફરસાણ પણ સાથે લઇ ગયા હતાં. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આજુબાજુના સીસી ટીવી ફુટેજના આધારે તપાસ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ શંકાસ્પદોની પુછપરછ હાથ ધરાઇ છે.