શહેરના શિવમ પાર્કના ફ્લેટમાં જુગાર રમતી નવ મહિલાઓને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી


જામનગરમાં શિવમ પાર્ક વિસ્તારમાં ઓમકાર ફ્લેટ અંદર જુગાર રમતી મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે તમામના કબજામાંથી રૂપિયા 27 હજારની માતા જપ્ત કરી જુગારધારાઓ મુજબ આગળની તપાસ હાથ ધરી છે. જામનગરમાં શિવમપાર્ક ઓમકાર રેસિડેન્સી ફ્લેટ નં 502 માં રહેતા પુજાબેન જગદીશભાઈ માંગે પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી પોતાના ફાયદા માટે નાલ ઉધરાવી વ્યવસ્થા કરી આપ ગંજીપતાના પાનાં વડે જુગાર રમી રમાડી જુગાર્ણ અખાડો ચલાવતી હોવાની સીટી સી ડિવિઝન પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગા રમી રહેલ પુજાબેન જગદીશભાઇ ભીમજીભાઈ માંગ, પ્રતિમાબેન ભાવિકભાઈ બિપિનભાઈ રાવલ, પુષ્પાબેન મોહનભાઈ પ્રેમજીભાઈ કટારમલ, અરૂણાબેન સુભાષભાઈ ભાવગીરી ગોસ્વામી,મધુબેન બિપિનભાઈ નતવરભાઈ રાવલ, કવિતાબેન પ્રધ્યુમાન મદનલાલ શર્મા,મનિશાબેન હમીરભાઈ જીવાભાઇ પીપરોતર, ઇલાબેન ઈશ્વરભાઇ વલ્લભભાઈ વિઢલાણી અને અલ્પાબેન હિતેનભાઈ પ્રાગજીભાઇ ગોપીયાણી વાળાને ઝડપી પાડ્યા હતા. પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.