બેડેશ્વર વિસ્તારમાંથી 16 બોટલ દારૂ સાથે એક ઈસમ જડપાયો

જામનગરમાં સીટી બી ડિવિજન પોલીસે સાંજના અરસામાં બેડેશ્વર વિસ્તારમાં આવેલ રામનગરમાં દરોડો પાડી એક ઈસમના ઘરમાથી રૂપિયા આઠ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ સાથે મકાનમાલિક ઈસમની પણ અટક કરી પ્રોહિબિશન ધારાની મુજબ કાર્યવાહી કરી હતી. જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં ખોળમીલનો ઢાળિયો, એસ.વી.ઇ.ટી. કોલેજ પાછળ, રામનગર-1માં રહેતો હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા અજીતસિંહ જાડેજા નામનો ઈસમ વિદેશી દારૂનો ધંધો કરે છે. તેવી હકીકત સીટી બી ડિવિજન પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ઈસમના ઘરની તપાસ લેતા તેના કબજામાંથી રૂપિયા આઠ હજારની કિંમતની 16 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ઈસમનાં કબજામાંથી દારૂ હાથ વગો કરી તેની સામે પ્રોહીબિશન ધારાઓ મુજબ કાર્યવાહી કરી છે. આ જથ્થો કોની પાસેથી ખરીદવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.