મોરબી-માળિયા હાઈવે પરથી દેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબી-માળિયા નેશનલ હાઈવે પરથી દેશી દારૂ લઈને જતા એક શખ્સને પોલીસે પકડી પાડીને કાયદેસરની તજવીજ હાથ ધરી છે. મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન માળિયા નેશનલ હાઈવે પર સિરામિક તરફ જતા કાચા રસ્તા પાસેથી શખ્સ  રસુલ અલાઉદીન પઠાણ નામના શખ્સને દેશી દારૂ સાથે પકડી પાડીને દેશી દારૂ અને રોકડ સહિત ૨,૬૬૦ નો મુદામાલ  કબ્જે  કર્યો છે. અને શખ્સ વિરુદ્ધ કાયદેસરની  તજવીજ કરવામાં આવી છે.