ભુજ વિવિધ વિસ્તારોમાં ગેર પ્રવૃતિઓ આચરાય છે. કોની મહેરબાની થી ?

ભુજ શહેર મધ્યે આવેલ ભાનુશાલી નગર ની અંદર આવેલ રઘુવંશી નગર માં ગુજરાત બહાર એમ.પી યુ.પી ના લોકો વસવાટ કરે છે. શું તેઓ અહીં આધાર પુરાવા સાથે વસવાટ કરતા હશે ? અગાઉ સરકાર શ્રી દ્વારા મકાનમાં રહેતા ભાડુઆત ના ડોક્યુમેન્ટ નજીક ની સરકારી કચેરી ખાતે જમા કરાવવનું જી આર બહાર પાડવામાં આવ્યું હતું તો તે અંગે આ કામગીરી ભાડુઆત અથવા મકાન મલિક દ્વારા કરવામાં આવે છે ખરી ? અને ઉપરોક્ત વિસ્તારમાં આ ભાડાની લાલચ માં દબાણવારી જગ્યા ઉપર મકાનો બનાવી અને મકાનો ભાડે આપવામાં આવી રહ્યા છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ બાબત ની યોગ્ય તપાસ થવા અંગેની લોક માંગણી ઉઠવા પામી છે. ત્યારે સૂત્રો માંથી મળતી માહિતી અનુસાર આ ઉપરોક્ત વિસ્તારમાં શરાબ અને સવાબની ગેર પ્રવૃત્તિ થાય છે તો આ ગેર પ્રવૃત્તિ કોની મહેરબાનીથી થઇ રહી છે તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યો છે. અને સૂત્રો માં થી મળતી માહિતી અનુસાર આવી ગેર પ્રવૃતિઓ ભુજના અન્ય વિવિધ વિસ્તારોમાં પણ થઇ રહી છે. તો આ કોની મહેરબાની થઇ રહ્યું છે. તેવા લોકોમાં સવાલો ઉઠવા પામ્યા. અને આ કાર્યો થી લોકો કહી રહ્યા છે કે શું ? આ કામગીરી માં કોઈ મોટા માથાનો અથવા કોઈ મુખ્ય અધિકારી નું હાથ હોઈ શકે છે. ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય તપાસ હાથ ધરી અને કાયદેસરની કાર્યવાહી કરવા લોક માંગણી ઉઠવા પામી. ત્યારે આ બાબતે અમારી કચ્છ કેર ટી વી ન્યુઝ આવનારા દિવસોમાં આ સમગ્ર બાબતો નો કરશે પરદાફાસ

જોતા રહો કચ્છ કેર ટી વી ન્યુઝ